મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં રાજકોટ પોલીસે એક આરોપીને દબોચ્યો
મોરબીમાં રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે
SHARE









મોરબીમાં રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે
મોરબીમાં નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્રારા આગામી તા.૧૨ ને રવિવારના રોજ ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર નજીક સવારે ૮:૩૦ થી બપોરે ૧ સુધી મલેશિયન સાગ, એરિકા પામ, મધુકામીની, મધુનાસી, બિજોરા, બીગોનીયા, ફણસ, નાગરવેલ વગેરે રોપાના રૂ.૨૦ લેખે અને તે ઉપરાંત પણ ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે.
વિવિધ જાતના ફૂલછોડ તેમજ ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી, લીલા નાળિયેર (ત્રોફા),બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપા, બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેશી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે.નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનિયા, જાસૂદ, મરી, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતી, લીલી, ખટુંબરા વગેરેના રોપાના રૂ.૨૦ લેખે ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપા વગેરે રાહત દરે મળશે.એલોવેરા જેલ, એલોવેરા જ્યુસ, બોડી લોસન, ગ્લિસરીન સાબુ, દાબેલા મગ અને ચણા, હળદર દાડીયા, આંબળા રસ, રાજસ્થાની મહેંદી, છાસ મસાલા, વિવિધ જાતની અગરબત્તીઓ અને સપ્તચુંર્ણ,વિવિધ જાતના કઠોળ અને દાળ, ફીંડલા સરબત, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, કોડિયા, ચકલીઘર, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, કાશ્મીરી લસણ, વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર, વિવિધ સરબતના પાવડર, વિવિધ શાકભાજીના બિયારણ, ગૌ ઉત્પાદન જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજ, અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલોના રૂ.૨૦ લેખે) નું વેચાણ થાય છે.આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર ક્લબ સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા કરી આપે છે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.
