મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસનું વિતરણ
મોરબીના ઘૂંટુ રોડનો બનાવ બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું મોત: હજુ પાંચ મહિના પહેલા જ થયા હતા લગ્ન
SHARE







મોરબીના ઘૂંટુ રોડનો બનાવ બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું મોત: હજુ પાંચ મહિના પહેલા જ થયા હતા લગ્ન
મૃતક 27 વર્ષીય રોહિત વિંઝુડાને પ્રથમ મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવારમાં દમ તોડી દીધો
મોરબીના ઘૂંટુ રોડ પર બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું સારવારમાં મોત નીપજ્યું હતું. હજુ પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગે મળતી વિગત મુજબ રોહિતભાઈ વાલજીભાઈ વિંઝુડા (ઉંમર વર્ષ 27) રહે. મૂળ વાવડી ગામ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ, હાલ મોરબી ભક્તિનગર સોસાયટી ગઈ તા.31/8 ના રોજ સાંજે 7:30 વાગ્યા આસપાસ પોતાનું બાઈક લઈને જતો હતો.ત્યારે મોરબીના ઘૂંટુ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર હેઠળ હતો.દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.પરિવારજનોના જણાવ્યા મુજબ રોહિત બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને હજુ પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.રોહિત સિરામિક કંપનીમાં પ્રિન્ટર ઓપરેટીંગનું કામ કરતો હતો.બનાવના દિવસે કંપનીએથી પોતાનું કામ પૂરું કરીને ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.રાજકોટ સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી
