માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ
SHARE







માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ
માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી જુદી જુદી જગ્યા ઉપર ભરાઈ ગયા છે જેમાં ખાસ કરીને નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને કેટલાક લોકો પોતાના ઘર બંધ કરીને બીજે પોતાના સગા સંબંધીને ત્યાં રહેવા જતા રહ્યા છે અને તંત્રની બેદરકારીને કારણે ચોમાસા દરમિયાન લોકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
સામાન્ય રીતે જ્યારે મચ્છુ 2 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે ત્યારે માળિયા શહેર વિસ્તારની અંદર મચ્છુ નદીના પાણી ફરી વળતા હોય છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા હોય છે જોકે ચાલુ વર્ષે મોરબીનો મચ્છુ 2 ડેમ હજુ ભરાયો નથી પરંતુ છેલ્લી 30 કલાક દરમિયાન માળિયા તાલુકામાં લગભગ પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી જુદા જુદા વિસ્તારોમાં તેમજ માળીયા નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારની અંદર રહેતા લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે માટે લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે, કે જો નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા વિસ્તારમાં અને નગરપાલિકા કચેરીની અંદર વરસાદી પાણી ભરાતા હોય તો ગામની પરિસ્થિતિ કેવી હશે તે કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેવું છે કારણ કે તંત્રની બેદરકારીને કારણે માળિયા શહેરી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. અને વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેના માટેની કોઈ વ્યવસ્થા માળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવી નથી જેથી કરીને ચોમાસામાં લોકોના હાલ બેહાલ થઈ જાય છે.
