મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ-કામઘેનુ પાસે, ટંકારાના મેઘપર તેમજ ભુજ નજીક પદયાત્રીકો માટે સેવા કેમ્પોના આયોજન


SHARE













મોરબીના ગુંગણ-કામઘેનુ પાસે, ટંકારાના મેઘપર તેમજ ભુજ નજીક પદયાત્રીકો માટે સેવા કેમ્પોના આયોજન

મોરબી, ટંકારા તેમજ ભુજ નજીક માતાના મઢે જતા પદયાત્રીઓ માટે જુદાજુદા સંગઠનો દ્રારા સેવા કેમ્પના આયોજન કરવામાં આવેલ છે.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 'જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ' આગામી તા.૧૦-૯ થી મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ કંડલા બાયપાસ રોડ ઉપર માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યું છે.જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ હાજર રહેશે.જે પદયાત્રીઓ માટે સંપૂર્ણ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે તથા અલ્પાહાર, ચા-પાણી તથા રાત્રિરોકાણની અહિં વ્યવસ્થા કરવામાં આવેલી છે.તો સર્વે ભાવિભક્તોએ આ સેવા કેમ્પનો લાભ લેવો તેવી આયોજકોએ અપીલ કરેલ છે.માતાના મઢ જતા પદયાત્રીકો મદદ માટે મો.૭૦૪૩૩ ૦૬૦૫૬ અથવા મો.૮૭૮૦૨ ૪૦૦૬૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા

ટંકારાના મેઘપર ઝાલા ખાતે માઁ આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રહેવા, જમવા, મેડિકલ, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. માતાના મઢ જતા સર્વે ભાવિકોને લાભ લેવા આયોજકએ ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.આ કેમ્પનું આયોજન કષ્ટભંજન હનુમાનજી મંદિર શિવમ કોમ્પ્લેક્ષની પાસે, ઓવરબ્રિજ નીચે, મેઘપર(ઝાલા) તા.ટંકારા ખાતે કરવામાં આવેલ હોય પદ યાત્રીઓને ઓવર બ્રિજ નીચે ચાલવા વિનંતી કરવામાં આવી છે.વધુ માહીતી માટે મો.૯૭૧૨૪ ૦૮૪૧૨, ૯૭૧૪૨ ૮૫૦૯૭ અથવા ૯૬૬૨૦ ૦૮૪૧૨ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવેલ છે.

આઈ શ્રી ખોડિયાર માતાજી માટેલીયા ધરાવાળી

માતાના મઢ જતા પદયાત્રી માટે આઈ શ્રી ખોડિયાર માતાજી માટેલીયા ધરાવાળી મુ.માટેલ તા.વાંકાનેર જી.મોરબી દ્રારા ગૌરીશંકર પેટ્રોલ પંપ ગળા પાટિયા પાસે ઓવરબ્રિજ નજીક ભુજ (કચ્છ) મુકામે સેવા કેમ્પ યોજવામાં આવેલ છે.છેલ્લા ૨૫ વર્ષથી યોજાતો આ કેમ્પ તા.૧૮-૯-૨૫ ને ગુરૂવાર થી તારીખ ૨૦-૯-૨૨૫ ને શનિવાર માતાના મઢ જતા સર્વે પદયાત્રીઓ માટે યોજાશે.જેમાં ૨૪ કલાક ચા-પાણી, નાસ્તો, જમવા તથા મેડિકલ સેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમ કેમ્પના આયોજક એવા નવાડેલા રોડ મિત્ર મંડળ (મોરબી) દ્રારા જણાવાયેલ છે.તેમજ વધુ માહીતી માટે મો..૭૩૯૯૬ ૩૩૩૩૩ અથવા ૯૮૨૫૨ ૨૨૬૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.

અમરનગર ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબીના ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર ખાતે માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.સતત છેલ્લા ૧૭ વર્ષથી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયા હાઈવે  પર  આવેલા અમરનગર ગામના પાટિયે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ કેમ્પનું આયોજન કરાયેલ છે.કેમ્પ તા.૯-૯ થી લઈને પદયાત્રીઓ પધારશે ત્યાં સુધી કેમ્પ શરુ રહેશે.કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું, ચા-પાણી, નાસ્તો, રોકાણ, મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લે તેવી ગુંગણ યુવા ગ્રુપ તરફથી અપિલ કરવામાં આવે છે.વધુ માહીતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૭૯૯૦૨ ૧૮૧૫૯) અથવા કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪ ૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

 




Latest News