ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન


SHARE













હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન

હળવદ તાલુકાના મયુરનગરથી રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર બ્રાહ્મણી નદીમાં બેઠો પુલ આવેલો છે અને તે પુલ ઉપર દર વખતે ચોમાસા દરમિયાન બ્રાહ્મણી નદીનું પાણી ફરી વળે છે જેથી કરીને પુલ તૂટી જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ જગ્યા ઉપર મોટો પુલ બનાવી દેવામાં આવે તેવી એક નહીં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારી અહીંના લોકોની વાતને ધ્યાને લેતા નથી અને પુલ બનાવતા નથી જેથી કરીને દર વખતની જેમ આ વખતે પણ પુલ તૂટી જવાના કારણે મયુરનગર અને રાયસંગપર ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને લાખો અને કરોડો રૂપિયા વાપરવામાં આવે છે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ મયુરનગર અને રાયસંગપર ગામના લોકોના નસીબમાં જાણે કે હાલાકીનો સામનો કરવાનું લખ્યું હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળે છે આ બંને ગામને જોડતો બ્રાહ્મણી નદી ઉપર મોટો પુલ બનાવવા માટે થઈને છેલ્લા વર્ષોમાં અનેક વખત રજૂઆતો કરી છે જેમાં સ્થાનિક અધિકારીથી લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તો પણ આજની તારીખે ત્યાં પુલ બનાવવામાં આવ્યો નથી જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે બ્રાહ્મણી 2 ડેમની અંદર પણ પાણીની આવક થતા બ્રાહ્મણી 2 ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી કરીને મયુરનગર અને રાયસંગપર વચ્ચે બ્રાહ્મણી નદીમાં બનાવવામાં આવેલ પુલ તૂટી ગયો છે. માટે હાલમાં લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે અગાઉ અહીંયા મોટો પુલ બનાવી દેવામાં આવે તેના માટે થઈને આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં પણ નિમ્ભર તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવતો નથી અને રાજકારણીઓ દ્વારા તેની સત્તાનો ઉપયોગ કરીને લોકોની મુશ્કેલીને દૂર થાય તે માટે કોઈ કામ કરવામાં આવતું નથી જેથી બે ગામના લોકો હેરાન થાય છે અને ખાસ કરીને મયુરનગરના લોકો રાયસંગપર થઈને હળવદ તરફ જઈ શકતા હોય છે પરંતુ આ રસ્તો બંધ થવાના કારણે તેઓને ફરીને હળવદ જવું પડે તેવી પણ પરિસ્થિતિ ઉભી થતી હોય છે.




Latest News