વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ


SHARE













મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ

ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરવી ભારે પડી હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરી ફરીયાદી સામે ફરીયાદ કરતો સિમા ચિહનરૂપ ચુકાદો આપેલ છે.તાજેતરમાં વાકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્રારા ફરીયાદીએ, આરોપી ઉપર કરેલ ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અનુસંધાને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવીને સિમાચિહનરૂપ ચુકાદો જાહેર કરેલ છે.

કેસની હકીકત જોઈએ તો અંબાલિયા હેમચંદભાઈ લવજીભાઈ રહે. વાંકાનેર વાળા ઉપર ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અંગેની ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં, ફરીયાદીએ આરોપી અંબાલીયા હેમચંદુભાઈ લવજીભાઈની સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરી ચેક મુજબની રકમના નાણા પરત મેળવવા કેસ કર્યો હતો.જે કેસમાં રજુ કરેલ પુરાવાઓ ફરીયાદી સાબીત કરી ન શકતા, અને આરોપી તરફે રજુ થયેલ પુરાવા તથા આરોપીના વકીલ જયદીપ એચ.હડિયલની ધારદાર દલીલોને ધ્યાને લઈને વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ફરીયાદી દ્રારા આરોપી ઉપર ખોટી ફરીયાદ અને ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ હોવાનું માનીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરતો સિમાચિહન ચુકાદો આરોપીની તરફેણમાં જાહેર કરેલ છે.

વધુમાં ફરીયાદી નાણા ધીરધારનો ધંધો કરતા હોય ફરીયાદીનું નાણા ધીરધારનું લાયસન્સ રદ કરવા નાણા ધીરધાર કચેરી-મોરબી ને જરૂરી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.તથા ફરીયાદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૩૭ મુજબની ફરીયાદ દાખલ કરવાનો કોર્ટે રજીસ્ટ્રારને હુકમ કર્યો છે.જરૂરી કાર્યવાહી કરવા આ કેસમાં આરોપી અંબાલીયા હેમચંદ્રભાઈ લવજીભાઈ વતી મોરબીના યુવા વકીલ જયદીપ એચ.હડીયલ રોકાયેલ હતા.




Latest News