મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
મોરબીમાં નવરાત્રી આયોજકો અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી
SHARE







મોરબીમાં નવરાત્રી આયોજકો અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી
મોરબીના પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ નવરાત્રીના આયોજકોની સાથે બેઠક યોજાઇ હતી અને શહેરમાં આગામી નવરાત્રીના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ લોકોની સલામતી સહિતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી ત્યારે મહાપાલિકાના અધિકારી અને કર્મચારી પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ખાસ કરીને ગરબાના આયોજકો દ્વારા માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચના આપી હતી. તેમજ હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે gujfiresafetycop.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાબતે મહાપાલિકાના ચીફ ફાયર ઓફીસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્રારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને આયોજક દ્રારા જરૂરી કાગળો જમા કરાવ્યા બાદ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા પછી હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલામાં વહેલી તકે જરૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવામાં આ બેઠકમાં કહેવામા આવ્યું હતું.
