મોરબીમાં નવરાત્રી આયોજકો અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે
SHARE







મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે
સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કામ કરવામાં આવે છે તેવામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષ દરમિયાન કરાયેલા બધા કાર્યોની સમીક્ષા કરવા માટે અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરમ્યાન ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ખાતે આગામી તા. 14 ને રવિવારે સવારે 9 થી બપોરના 2 સુધી મોરબી જીલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કર્યું છે.
આ શિબિરમાં પહેલા આવેલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યાર બાદ ગત વર્ષના કાર્યોની માહિતી આપીને આગામી વર્ષમાં કરવાના કામોની ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત યુવા પાંખ અને મહિલા સંઘના કાર્યોની ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ તેના વિષે ડો. જયેન્દ્રસિંહ જાડેજા માર્ગદર્શન આપશે અને ઈતિહાસ જ્ઞાન કસોટી-2025 ના વિજેતાઓનું સન્માન કરશે અને બાદમાં પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોતરી, પ્રદેશ હોદેદારોનું માર્ગદર્શન અને દોઢ વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, ઈતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને રોકડ ઇનામ મોટા ખીજડીયા વાળા રૂપસિંહ ચંદુભા ઝાલા (મહામંત્રી, ટંકારા તાલુકા ભાજપ ) તરફથી આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે 5100, બીજા ક્રમે 3100 અને ત્રીજા ક્રમે 2100 ઈનામ આપવામાં આવશે.
