મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો

મોરબીના રફાળેશ્વર ગામ નજીક હાઇવે ઉપર ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈકમાં બેઠેલ બંને વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજા પામેલ વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢનો રહેવાસી અને હાલ મોરબીના મકનસર ગામે નકલંગ પાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઈ જગદીશભાઈ નારણીયા (31)એ ડમ્પર નંબર જીજે 36 ટી 9995 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદી તથા ખુમાનસિંહ રાઠોડ બંને ફરિયાદીના બાઈક નંબર જીજે 36 એડી 1070 લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જાંબુડીયા ગામથી મકનસર ગામ તરફ જતા હતા ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીક ડમ્પર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ફરિયાદીને શરીરે ઈજાઓ થઈ હતી જ્યારે ખુમાનસિંહને બંને પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રવિભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

દારૂની 18 બોટલ સાથે એક પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2880 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કમલેશભાઈ રતિલાલભાઈ રાજા (58) રહે. સિવિલ હોસ્પિટલ પાસે ગાંધીચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News