મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત
SHARE







મોરબીમાં નમો વનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવે છે. ત્યારે પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા લીલાપર ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વનનું નામ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હોય તેઓને રોકીને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.
આજે મોરબીના લીલાપર ગામ પાસે લીલાપર ચોકડી નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ તેને ખાસ કરીને જોધપર ગામ પાસે પાંજરાપોળની જગ્યામાં જે નમો વન બન્યું છે તેનું નામ બદલવામાં આવે અને રજવાડાએ જમીન આપેલી હોવાથી તેના નામ ઉપરથી નામકરણ થાય અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપરથી વનનું નામ આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને વાહનમાં બેસાડીને ત્યાંથી અટકાયત કરી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા સીએમને રજૂઆત કરવા માટે જાય છે તો તેમને શા માટે રોકવામાં આવી છે તેવી પોલીસ સાથે ચર્ચા કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. આમ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
