મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ


SHARE













મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ

મોરબીમાં મંગળવારે વહેલી સવારે આઇટી વિભાગની જુદીજુદી 40 જેટલી ટીમોએ ધામા નાખ્યા હતા અને હળવદ રોડ ઉપર આવેલ લેવીસ સિરામિક ગ્રુપ, લખધિરપુર રોડે આવેલ મેટ્રો સિરામિક ગ્રૂપ અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ ઇડન ગ્રૂપ અને મોર્ડન હોમ પ્લાન ગ્રૂપના તમામ ભાગીદારોના રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વિગેરે સ્થળે આઈટીની ટીમો ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ સાડા ત્રણ કરોડ જેટલી રોકડ, મોટી માત્રામાં જવેરાત મળી આવેલ છે અને અનેક બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા છે અને હજુ પણ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહી છે.

મોરબી પંથકમાં ગઇકાલે વહેલી સવારથી રાજકોટ આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે  સિરામિક ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓની જુદી જુદી 40 જેટલી ટીમો ત્રાટકી હતી અને એકી સાથે વહેલી સવારથી જુદાજુદા ચાર અગ્રણી ગ્રૂપના તમામ ભાગીદારોના ઘર, ઓફિસ અને કારખાનામાં નાણાકીય વ્યવહારો સહિતની બાબતોની આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના નીચીમાંડલ ગામ પાસે આવેલ લેવીસ ગ્રુપના ધીરુભાઈ રોજમાળા તથા તેના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના જુદા જુદા જે સીરામીક કારખાનાઓ આવેલ છે તે તમામ સિરામિક કારખાના, ઓફિસ તથા તેમના રહેણાંક મકાન ઉપર હાલમાં આઇટી વિભાગના અધિકારીઓને ટીમ પહોંચી હતી આવી જ રીતે મોરબીના લખધિરપુર રોડે આવેલ મેટ્રો સિરામિક ગ્રૂપના કારખાનાઓના ભાગોદારોને ત્યાં આઇટીના અધિકારીઓની ટીમો પહોચી ગયેલ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આવી જ રીતે મોરબીમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલ અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ ઉપર આવેલ જયરાજ પાર્કમાં રહેણાંક મકાન તથા ઓફિસે અને મોર્ડન હોમ પ્લાન વાળા પરેશભાઈ પટેલના ગ્રુપ ઉપર જયરાજ પાર્કમાં ઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આઇટી વિભાગની ટીમે રેડ કરી તેને લગભગ 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયેલ છે તો પણ હજુ જુદીજુદી જગ્યાએ આઇટી વિભાગની ટીમો દ્વારા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જુદાજુદા ચારેય ગૃપમાંથી મળીને સાડા ત્રણ કરોડથી વધુની રોકડ તેમજ કરોડોની કિંમતના કિંમતી દાગીના અને જવેરાત મળી આવેલ છે આટલું જ નહીં અનેક બેંક એકાઉન્ટને આઇટી વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે તેવી માહિતી મળી રહી છે જો કે, આ અંગે હજુ સુધી આઇટી વિભાગના અધિકારી કોઈ સતાવાર માહિતી જાહેર કરેલ નથી. જેથી કરીને હાલમાં મોરબીમાં બાંધકામ અને સિરામિક સાથે જોડાયેલ લોકોમાં આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે.




Latest News