મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી નીચે પડતાં યુવતીનું મોત


SHARE













મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી નીચે પડતાં યુવતીનું મોત

મોરબીના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપમાં નંદનવન હાઈટ્સના છઠ્ઠા માળ ઉપરથી નીચે પડી જવાના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં શ્રીજી પેલેસ ખાતે રહેતા ધર્મેશભાઈ રૂગનાથભાઈ કાલાવાડિયાની 22 વર્ષની દીકરી ચાર્મીબેન મોરબી નજીકના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપમાં નંદનવન હાઇટ્સના ફ્લેટ નંબર 602 ની ગેલેરીમાંથી નીચે પડી જતા તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવતી તેના ભાઈજીના ઘરે ગઈ હતી અને ત્યાં કોઈ કારણોસર તે છઠ્ઠા માળે ગેલેરીમાંથી નીચે પડી જવાના કારણે તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવતીનું મોત નીપજયું છે, આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબીના છાત્રાલય રોડ ઉપર આંબાવાડી ખાતે રહેતા ઉમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા (25) નામનો યુવાન નવા બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગફાર દાઉદભાઈ ઠેબા (42) અને ફિઝા અમીરભાઈ ઠેબા (26) નામના બે વ્યક્તિને ઇજા થતા ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં વિદ્યુતનગર પાસે રહેતા રવિન્દ્રભાઈ મિલાક (40) અને પૂનમબેન રવીન્દ્રભાઈ (40) નામના બે વ્યક્તિઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વધુમાં જાણવા મળતી માહિતી મુજબ લાલપર ગામ પાસે વાહન ઓવરટેક કરવા જતા સમયે કાર સાથે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News