મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં પાર્ક કરેલા ટ્રકમાં સૂતેલ યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત
મોરબીના કાંતિનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી
SHARE







મોરબીના કાંતિનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી
મોરબીના કાંતિનગરમાં ચામુંડા સ્ટોર પાસે યુવાને પોતાના ઘર નજીક બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ છે જેથી ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાંતિનગર વિસ્તારમાં ચામુંડા સ્ટોર પાસે રહેતા અસલમભાઈ તાજમહમદભાઈ સંધવાણી (24) નામના યુવાને વાહન ચોરીની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, પોતાના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 એએસ 9737 પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના ખેવરીયા ગામે રહેતા રાજેશભાઈ ગોપાલભાઈ દેલવાણીયા (25) નામનો યુવાન રાજપર રોડ ઉપર ગોપાલ નમકીન પાસે ઉભો હતો ત્યારે બાઈક વાળાએ તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસે રહેતા ગીતાબેન જેરામભાઈ પરમાર (39) નામના મહિલા પતિ સાથે બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવારમાં લઈ ગયા હતા.
