મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે ફોન ઉપર બોલાચાલી થયા બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબી: પત્ની સાથે ફોન ઉપર બોલાચાલી થયા બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ લોમેન્ટો પોલીપેક કંપનીની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ફોન ઉપર બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના નાના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ લોમેન્ટો પોલીપેક કંપનીની લેબર કોલોનીમાં કવાર્ટરમાં રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી સમરત સોમાભાઈ ભગોરા (30) નામના યુવાને કંપનીમાં પડેલ ઘાસ બાળવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ પીન્ટુલાલ સોમાભાઈ ભગોરા (27) રહે. હાલ લોમેન્ટો પોલીપેક કંપનીના કવાર્ટરમાં મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની સાથે ફોન ઉપર વાત કરતા સમયે બોલાચાલી થઈ હતી તે બાબતે તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી અને આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન દેસળભાઈ પરમાર (67) નામના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં જતા સમયે હાર્ટ એટેક આવી જવાથી તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News