મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન


SHARE







મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે જે મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.2 ને ગુરુવારના રોજ વિજયા દશમીએ બપોરે સાડા ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી રેલીશરૂ કરવામાં આવશે અને મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે રેલીને પૂરી કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શાસ્ત્ર પૂજનનો કાર્યક્ર્મ યોજાશે. આ રેલીમાં ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News