મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસેથી ૪૪ બોટલ દારૂ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સ ઝડપાયા


SHARE









મોરબીના ઘુંટુ પાસેથી ૪૪ બોટલ દારૂ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સ ઝડપાયા

મોરબીના ઘુંટુ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી અંગ્રેજી દારૂની ૪૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૬,૬૦૦ નો દારૂ તેમજ કાર મળીને ૨,૨૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સની ધરપકડ કરેલ છે અને આ દારૂ કયાથી લાવ્યા હતા અને કોઈને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી એલ.સી.બી.ની ટિમના નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને હકિકત મળેલ હતી તેના આધારે પોલીસ ધૂટું ગામના બસ સ્ટેશન પાસે વોચમાં હતી ત્યારે હળવદ તરફથી આવતી સિલ્વર કલરની મારૂતિ સુજુકી કંપનીની સ્વીફ્ટ કાર નં. જીજે ૧૨ ડીએ ૪૧૫૩ નીકળી હતી ટેન રોકીને પોલીસે ચેક કરતાં તે કારમા પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી દારૂની ૪૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૬,૬૦૦ ના દારૂ સાથે રવિરાજસિંહ દાદુભા જાડેજા (ઉ.૩૦) રહે. નાંદા તાલુકો રાપર અને ચનુભા લક્ષ્મણસિંહ વાધેલા (ઉ.૪૮) રહે. ગળપાદર તાલુકો ગાંધીધામ વાળાની બે લાખની કાર સહિત કુલ ૨,૨૬,૬૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે




Latest News