મોરબી : માળિયા હાઇવે ભીમસરના પાટીયા પાસે એકટીવાનું ટાયર ફાટતા વૃદ્ધનું મોત
મોરબીના મકનસર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત, પતિ સારવારમાં
SHARE







મોરબીના મકનસર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત, પતિ સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં મોરબીથી વાંકાનેરદર્શન કરવા માટે જઈ રહેલા પતિ-પત્નીના વાહનને ટ્રક ચાલકે હડફેટે લેતા પેટના ભાગે વ્હીલ ફરી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પતિને હાલ સારવારમાં ખસેડાયા હોય બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે લાલબાગની પાછળ આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપતભાઇ લવજીભાઈ ગોહિલ દરજી (૫૮) તથા તેમના પત્ની રંજનબેન ભૂપેન્દ્રભાઈ ગોહિલ (૪૫) બંને બાઈકમાં ડબલ સવારીમાં મોરબીથી દર્શન કરવા માટે વાંકાનેર તરફ જતા હતા.ત્યારે મકનસર ગામ નજીક તેમના વાહનને ટ્રક ચાલાકે હડફેટે લીધું હતું.જે બનાવમાં રંજનબેનને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તથા ટ્રકનું વ્હીલ પેટના ભાગે ફરી ગયું હતું.જેથી કરીને રંજનબેનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ.જ્યારે તેમના પતિ ભૂપેન્દ્રભાઈ ગોહિલને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવાનનું મોત
મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલા રોહીદાસપરા મેઇન રોડ ખાતે રહેતા મહેશભાઈ હીરાભાઈ પરમાર નામના ૪૦ વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા મોતનું કારણ જાણવા માટે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહેન્દ્રનગર મારામારી
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા બિલવા ટ્રેડ સેન્ટરની ઓફિસ નંબર ૪૨૬ માં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા ઇસમ સાથે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજાઓ થતા અતુલભાઇ ડાયાભાઈ મેંદપરા (૩૬) રહે.ગુરુકુળ એપાર્ટમેન્ટ રોયલ પાર્ક સામાકાંઠે મોરબી-૨ ને સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે મોરબીના પાનેલી ગામે રહેતા શારદાબેન દેવકરણભાઈ ડાભી નામના ૩૯ વર્ષના મહિના પાનેલીથી રફાળેશ્વર જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા ઇજા પામતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબી સેવાસદન-કોર્ટ બિલ્ડીંગની પાછળના ભાગે આવેલ વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ નામના (૪૫) વર્ષના યુવાનને તેના ઘરે લોહીની ઉલ્ટી થતા ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.તેમજ મહેન્દ્રનગર સીએનજી પમ્પ પાસેથી બાઈક લઈને જતા સમયે અચાનક કૂતરું આડું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં બાબુભાઈ શામજીભાઈ કાંજિયા (૬૬) રહે.અવધ પેલેસ એપાર્ટમેન્ટ ચિત્રકૂટ સોસાયટી છાત્રાલય રોડ મોરબીને ઇજા થતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે જાંબુડીયા ગામ પાસેના ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થતાં ત્યાંના રહેવાસી રવિ હંસરાજભાઈ વિંજવાડીયા નામના ૧૮ વર્ષના યુવાનને ઇજા થતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો
