મોરબીના જલારામ ધામ ખાતે આગામી શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી : માળિયા હાઇવે ભીમસરના પાટીયા પાસે એકટીવાનું ટાયર ફાટતા વૃદ્ધનું મોત
SHARE







મોરબી : માળિયા હાઇવે ભીમસરના પાટીયા પાસે એકટીવાનું ટાયર ફાટતા વૃદ્ધનું મોત
મોરબીના માળિયા મીંયાણા પાસે આવેલ ભીમસર ચોકડી પાસે એકટીવાનું ટાયર ફાટતાં ભાણેજની નજર સામે જ તેના મામાનું મોત નિરજયુ હતું.વૃદ્ધ મોરબીથી ઝીંગા લેવા માટે માળીયા ગયા હતા અને તેઓ ત્યાંથી તેમના ભાણેજ સાથે એકટીવામાં પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બન્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર શેરી નંબર-૧૦ માં રહેતા હુસેનભાઇ અબ્રાહમભાઈ માણેક મીંયાણા નામના ૮૨ વર્ષના વૃદ્ધ માળીયા(મિં.) ગયા હતા.તેઓ ઝીંગા (દરીયાઇ જીવ) નો ધંધો કરતા હોય ત્યાંથી ઝીંગા લઈને તેમના ભાણેજ અલાઉદીન સધવાણીની સાથે એકટીવામાં પરત મોરબી બાજુ આવતા હતા.ત્યારે માળીયા પાસે ભીમસરના પાટીયા પાસે તેઓના એકટીવાનું પાછળનું ટાયર ફાટી ગયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં માથા તથા શરીરના ભાગે થયેલ ઇજાઓના પગલે હુશેનભાઇ અબ્રાહમભાઈ માણેક નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.મૃતદેહને અત્રે સિવિલે લાવવામાં આવતા અહીંના પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વાર પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
જામનગર જોડીયા પાસેના રસનાળ ગામના સમજુબેન કેશવજીભાઈ બારૈયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા ગરમ પાણીથી દાજી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ટીકર રોડ જીઈબી કચેરી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં મુકેશભાઈ જગમાલભાઇ રાઠોડ (૪૨) રહે.વિવેકાનંદ સ્કૂલ સામે હળવદને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ કચ્છના ભચાઉ પાસેના જંગી વિસ્તારમાં રહેતા પરિવારના અલીઅસદ ઉમરભાઈ રાઉમા નામના બે વર્ષના બાળકને બાઇકમાં જતા સમયે પડી ગયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી શનાળા રોડ ઉપર બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં જહીર સલીમભાઈ સાઇચા (૨૧) રહે.શિવ સોસાયટી પાસે કાલિકા પ્લોટને ઈજા થતાં સારવાર માટે લઇ જવાયો હતો.
યુવતી સારવારમાં
મોરબી ઘુંટુ રોડ સિમ્પોલો સિરામિક નજીકથી પગપાળા જતા સમયે કોઇ જંતુ કરડી જતા ધ્રુવીબેન હાર્દિકભાઈ ચૌહાણ (૧૬) રહે.નિયોન સિરામિક પાસે ઘુંટુને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાઈ હતી.જ્યારે મોરબીના જેતપર પીપળી રોડ સ્કાયપેપ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ચંદન અરજણભાઈ નીનામા રહે. સંતરામપુર મહીસાગરને ઇજા પામેલ હાલતમાં અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ ડેમ નજીક રહેતા ગોદાવરીબેન બાબુભાઈ બરાસરા નામના ૭૨ વર્ષના વૃદ્ધાને ગામ નજીક વાહન અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા
