મોરબી તાલુકામાં લૂંટ અને મોરબી શહેરમાં બાઈકની ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સની ધરપકડ: 93,500 નો મુદામાલ કબ્જે
SHARE







મોરબી તાલુકામાં લૂંટ અને મોરબી શહેરમાં બાઈકની ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સની ધરપકડ: 93,500 નો મુદામાલ કબ્જે
મોરબી જીલ્લામાં માળિયા હળવદ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરને માર મારી ટ્રકની બે બેટરી અને રોકડની લૂંટ કરવામાં આવી હતી તેમજ મોરબીના કાંતિનગરમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનાની તપાસ ચાલી રહી હતી તેવામાં એલસીબીની ટીમે ત્રણ શખ્સની ધરપકડ કરીને આ બંને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી પાસેથી ચોરાઉ બાઇક તેમજ ગુનામાં વપરાયેલ કાર સહિત કુલ 93,500 નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા ગત તા 8/8/25 ના રોજ લૂંટની ફરિયાદ કિરણભાઈ બબાભાઈ રાવળદેવ દ્વારા નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓ ટ્રક લઈને માળિયા હળવદ હાઈવે ઉપર જતા હતા અને ટ્રકનું ટાયર ફાટી જવાથી રોડ સાઇડમાં ટ્રક રાખીને તેઓ ટ્રકની કેબીન ઉપર સુતા હતા ત્યારે ફોર વ્હીલ કારમાં આવેલ શખ્સો ટ્રકમાંથી બે બેટરી કાઢતા હતા જેથી ફરિયાદીએ બેટરી કાઢવાની ના પાડતા તે શખ્સોએ લાકડાના ધોકાથી ફરિયાદીને મારમાર્યો હતો અને રોકડ 5000 તથા 10000 ની બે બેટરી આમ કુલ મળીને 15000 ના મુદામાલની લૂંટ કરી હતી આવી જ રીતે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાંતિનગર વિસ્તારમાં રહેતા અસ્લમ સંધવાણીના ઘર પાસેથી તેના બાઈકની ચોરી થયેલ હતી જેથી તેણે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી. આ બંને ગુનાની તપાસ ચાલી રહી હતી તેવામાં એલસીબીની ટીમે બાતમી આધારે મોરબીના જેતપર રોડે પાવડિયારી કેનાલ પાસે વોચ રાખી હતી ત્યારે મળેલ બાતમી મુજબની અલ્ટો કાર અને બાઇક નિકળ્યું હતું જેથી તે બંને વાહનને રોકીને પોલીસે તેમાં જઇ રહેલા કુલ ત્રણ શખ્સોની પૂછપરછ કરી હતી ત્યારે તે શખ્સોએ લૂંટ અને વાહન ચોરીની કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપી અયુબ અકબરભાઈ મોવર, ગુલામહુશેન ઉર્ફે ગુલ્લુ ઉમરભાઈ સમાણી અને ઈરફાન ઇકબાલભાઈ સંધવાણી રહે. ત્રણેય માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડ 3500, અલ્ટો કાર જીજે 3 સીઆર 7961 જેની કિંમત 50 હજાર, મોબાઈલ ફોન જેની કિંમત 5 હજાર, વાહનની બે બેટરી જેની કિંમત 5 હજાર અને એક બાઈક જેની કિંમત 30 હજાર આમ કુલ મળીને 93,500 નો મુદામાલ કબ્જે કરેલ છે. અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને મુદામાલ સાથે તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
