હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત
SHARE







હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત
હળવદના મિયાણી ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા માટે થઈને ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ વર્ષની માસુમ દિકરી અને તેના પિતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ જાણ કરતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઈ લોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (41) તથા તેની દીકરી ક્રિષ્નાબેન સંજયભાઈ રાઠવા (3) બંને વાડીની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયા હતા અને કોઈ કારણોસર તળાવના પાણીમાં બંને ડૂબી જતા પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક સંજયભાઈના પત્ની લીલાબેન સંજયભાઈ રાઠવા (32) રહે. હાલ મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (73) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં હાર્ટએટેક આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
