હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત
કચ્છથી કારમાં રાજકોટ લઈ જવાતી દારૂની 234 બોટલ સાથે માળીયા (મી) પોલીસે એક આરોપીને દબોચ્યો: 6.12 લાખનો મુદામાલ કબ્જે
SHARE







કચ્છથી કારમાં રાજકોટ લઈ જવાતી દારૂની 234 બોટલ સાથે માળીયા (મી) પોલીસે એક આરોપીને દબોચ્યો: 6.12 લાખનો મુદામાલ કબ્જે
કચ્છ બાજુથી કારમાં દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ લઈ જવામાં આવનાર છે તેવી બાતમી માળીયા (મી)ના પીઆઇને મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી ત્યારે શહેનશાવલીના પાટીયા પાસેથી કચ્છ બાજુથી આઈ-20 કાર મોરબી બાજુ આવી રહી હતી તે કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી 234 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ તથા કાર મળીને 6,12,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની હાલમાં ધરપકડ કરવામાં આવી છે જો કે, માલ આપનારનું પણ નામ સામે આવ્યું છે જેથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અવારનવાર પોલીસ દ્વારા દારૂના જથ્થાને પકડવામાં આવે છે તેમ છતાં પણ દારૂનું દુષણ આજની તારીખે પણ ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકામાં યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને ખાનગી હકીકત મળી હતી કે કચ્છ તરફથી આઈ-20 કાર નંબર જીજે 3 એનબી 3348 માં ઇંગલિશ દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ લઈ જવામાં આવનાર છે જેથી માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે શહેનશાવલીના પાટિયા પાસેથી કચ્છ બાજુથી આઇ-20 કાર આવી રહી હતી તે કારને રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવતા તેમાંથી 234 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 3,04,200 ની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની કાર અને 8,000 ની કિંમતના જુદી જુદી કંપનીના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,12,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયા (29) રહે. 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલની પાછળ સાગર ચોક આરએમસીના ક્વાર્ટરમાં બ્લોક નંબર-1 ક્વાર્ટર નંબર 1222 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાધુરામ રહે. ભચાઉ કચ્છ વાળાનું નામ દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે નામ સામે આવ્યું છે જેથી આ બંને શખ્સો સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે માળિયા પોલીસે તજવીજ હાથ ધરી છે.
