માળીયા (મી) નજીક બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાતાં ડ્રાઈવર, કંડક્ટર સહિત ત્રણને ઇજા
મોરબીના નવી ટિંબડી ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
SHARE







મોરબીના નવી ટિંબડી ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
મોરબીના નવી ટિંબડી ગામ પાસે આવેલ હોટલ નજીકથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને બીજા યુવાનને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજેડા ગામે રહેતા અલ્તાફભાઈ ગફુરભાઈ મોવર (24) એ ટ્રક નંબર જીજે 13 એડબલ્યુ 9988 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના નવી ટિંબડી ગામ પાસે આવેલ સુંદર મોહન હોટલની સામેથી માળીયાથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર ફરિયાદી બાઈક નંબર જીજે 3 સીએમ 9759 લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેના બાઈકમાં પાછળના ભાગે મોસીનભાઈ ઈસ્માઈલભાઈ મોવર પણ બેઠેલ હતા. દરમ્યાન તેઓના ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી અને તેના બાઈકમાં પાછળના ભાગે બેઠેલ મોસીનભાઈ ઈસ્માઈલભાઈ મોવરને માથા તથા શરીરે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા લાભુબેન મગનભાઈ ભલગામા (78) નામના વૃદ્ધા રફાળેશ્વર ગામ પાસે આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે
બે મહિલા સારવારમાં
મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા બંસીબેન જનકભાઈ વારનેસિયા અને હંસાબેન ઓધવજીભાઈ વારનેસીયા ઘરેથી નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટિંબડી ગામ પાસે અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
