મોરબીમાં મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત કામગીરી કરાઈ
મોરબીમાં સરસ મેળાનો પ્રારંભઃ જિલ્લા પંચાયત પ્રમુખે મેળો ખુલ્લો મુકાયો
SHARE







મોરબીમાં સરસ મેળાનો પ્રારંભઃ જિલ્લા પંચાયત પ્રમુખે મેળો ખુલ્લો મુકાયો
મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળો–૨૦૨૫નું ઉદ્ઘાટન તા. ૪ ઓક્ટોબરે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સરસ મેળો તા. ૧૭ ઓકટોબર સુધી સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી ચાલશે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ના ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે, જે તા. ૪ થી ૧૭ ઓક્ટોબર સુધી ચાલશે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પંચાયત પ્રમુખ એ લોકોને અનુરોધ કર્યો છે. આ તકે ઈ.ચા. કલેક્ટર એસ.જે. ખાચર, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ તથા પદાધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા.
