મોરબીમાં સરસ મેળાનો પ્રારંભઃ જિલ્લા પંચાયત પ્રમુખે મેળો ખુલ્લો મુકાયો
મોરબી યુવા લેખક પરમ જોલાપરાની શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદમાં કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ
SHARE







મોરબી યુવા લેખક પરમ જોલાપરાની શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદમાં કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદએ સાહિત્યક સંસ્થા છે જે સાહિત્યને વેગવંતુ રાખવાનું કાર્ય છે. જેના સંસ્થાપક મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ કનાડીયા, પ્રદેશ પ્રભારી પિન્ટુભાઈ મિસ્ત્રી છે. અમદાવાદ ખાતે સંસ્થા દ્વારા કવિ-લેખકોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજના શ્રેષ્ઠ કવિ-લેખક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અઘ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક કલેક્ટર શાંતિલાલ ડોડીયા, વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત ડૉ. સ્મિતાબેન સુથાર તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અગાઉ યોજાયેલ કાવ્ય સ્પર્ધાના વિજેતાઓના સન્માન પણ થયા હતા. અને નવી કારોબારીમાં સભ્યો નિમણુક કરાઇ હતી. જેમાં પરમ જોલાપરા સહિત ડૉ. કુંતલભાઈ પંચાલ,ડૉ. કોસ્મિકાબેન પંચાલ, વિવેકભાઈ રાઠોડ, કિંજલબેન પંચાલ, આરતીબેન પરમાર, મિતલબેન રાઠોડ, તેજલબેન સુથારની કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.
