મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉઘરેજા પરિવારે સ્વજનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE







મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉઘરેજા પરિવારે સ્વજનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં મોરબીના સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજાનું ૯૬ વર્ષ ની જૈફ વયે દુઃખદ અવસાન થયુ હતુ, તે સદ્ગતના આત્માના શાંતિ અર્થે તેમના સુપુત્રો જયંતિભાઈ ઉઘરેજા, રાજેશભાઈ ઉઘરેજા તેમજ મિત્રો ડો.બી.કે.લહેરુ, કે.પી.ભાગીયા, કીશોરભાઈ દેત્રોજા સહીતનાઓ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
