મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉઘરેજા પરિવારે સ્વજનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાસ-ગરબા યોજાયા
SHARE







મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાસ-ગરબા યોજાયા
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ નિમિતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર તથા તાલુકામાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારો હાજર રહ્યા હતા અને ગરબે રમ્યા હતા. આ કાર્યક્રમ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ સાંઇ બાગ ખાતે યોજાયો હતો અને આ તકે રિટા ગોસ્વામીના ગ્રુપના સુરતાલ સાથે સમાજના લોકોએ રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને આયોજકો દ્વારા ખેલૈયાઓ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી મનહરગીરી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી તથા તેજસગીરી મગનગીરી તથા યુવક મંડળની ટીમ જહેમત ઉઠાવી હતી.
