મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી
મોરબીના મકનસર ગામે પાંજરાપોળની જગ્યામાં બનાવવામાં આવેલ સત્સંગ હોલનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કર્યું લોકાર્પણ
SHARE







મોરબીના મકનસર ગામે પાંજરાપોળની જગ્યામાં બનાવવામાં આવેલ સત્સંગ હોલનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કર્યું લોકાર્પણ
મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી મકનસર પાંજરાપોળનો વિકાસ થયો રહ્યો છે તેવામાં ત્યાં વિશાળ સત્સંગ હૉલ સહિતની સુવિધા 1.80 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ છે તેનું લોકાર્પણ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ગૌસેવાના કામમાં સહકાર આપતા મોરબીના ઉદ્યોગકારો સહિતના તમામ દાતાઓને તેઓએ અભિનંદન આપ્યા હતા અને મોરબી જિલ્લાના લોકો ખાસ કરીને પાંજરાપોળની મુલાકાતે આવે અને અહિયાં ગૌસેવા માટે જે કામ કરવામાં આવે છે તેને જોઈને તેઓની યથાશક્તિ મુજબ ગૌસેવાના કામ માટે પાંજરાપોળમાં સહકાર આપે તેવો અનુરોધ કર્યો હતો.
મોરબીની પાંજરાપોળ ગુજરાતની નંબર વન પાંજરાપોળ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબીની પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ડો.નીતિનભાઈ આર. મહેતા, ઉપપ્રમુખ વેલજીભાઈ ખોડાભાઈ પટેલ, મંત્રી ભુપતભાઈ ચંદુલાલ દોશી, સહમંત્રી કરશનભાઈ કાનજીભાઈ હોથી તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ સહિતની ટિમ દ્વારા રાત દિવસ જોયા વગર ગૌસેવાનું કામ મોરબીની પાંજરાપોળ ખાતે કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ગૌવંશો માટે વધુમાં વધુ સુવિધા મોરબીની પાંજરાપોળ ખાતે ઊભી કરવામાં આવે તેના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે તેના ભાગ રૂપે મોરબીના દાતાઓના સહકારથી અંદાજે 1.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સત્સંગ હોલનું શરદપુનમના દિવસે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી પાંજરાપોળના વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા મકનસર પાસે સવા લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જોધાપર ગામે પાસે આવેલ પાંજરાપોળની જમીન ઉપર 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી ત્યાં આગમી સમયમાં ઝૂબ સારું ડેવલોપમેંટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને મોરબી તેમજ બહારથી લોકોને ભવિષ્યમાં મકનસર અને જોધાપર પાસે પરિવાર સાથે પિકનિક કરવા આવે તેવી રીતે આ બંને જગ્યાએને ડેવલોપ કરવામાં આવી રહી છે. ગઇકાલે સત્સંગ હોલના લોકાર્પણ સાથે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના જુદાજુદા ધૂન મંડળ સાથે જોડાયેલા લોકો, ઉદ્યોગકારો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને મોરબી પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી.
વધુમાં સંસ્થાના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલ બનાવવામાં આવે છે જેમાં ઘણા દાતાઓએ આર્થિક મદદ કરી છે તો અમુક દાતાઓને બાંધકામ માટે જરૂરી માલ સમાન આપીને સત્સંગ હૉલ બનાવવા માટે મદદરૂપ બન્યા હતા. આ તકે મોરબીના બજરંગ ધુના મંડળ, ચિત્ર ધૂન મંડળ સહિતના જુદાજુદા ધૂન મંડળને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકોને પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મોરબી પાંજરાપોળમાં રાખવામા આવેલ ગૌવંશોનો નિભાવ સરકાર તરફથી મળતી સબસિડી, મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી મળતા આર્થિક સહયોગથી કરવામાં આવે છે જેથી કરીને સંસ્થા વતી વેલજીભાઇ ઉઘરેજાએ તમામનો આભાર વ્યકત કર્યો હતો.
