મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી
SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને રોકવા માટે ગામના યુવા સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ખનીજ ચોરી બંધ કરાવવાની માંગ કરી છે જો કે, ખનીજ ચોરી બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને આજે ગામના સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને તેઓના ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદે જે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ તેઓના દ્વારા કરવામાં આવી છે અને વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, દોઢેક વર્ષ પહેલા તેઓએ ખનીજ ચોરી ચાલી રહી હતી ત્યારે રજૂઆત કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ હતું જો કે, હાલમાં ઉંદરડી માતાજીનાં મંદિર નજીકથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી તેને બંધ કરાવવાની રજૂઆત કરી છે અને જો અરજીને ધ્યાને લઈને ખનીજ ચોરીને બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ખનીજ ચોરી કરવામાં આવતી હશે ત્યાં ગામના લોકોને સાથે રાખીને મીડિયાની હાજરીમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
