સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE



























મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા પરિવારના મહિલા અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ પાવરા નામની ૨૫ વર્ષીય મહિલા ગત તા.૨-૧૦ ના રોજ દવા પી ગયા હતા અને તેઓને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તા.૫-૧૦ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં નિમાબેનનું મોત થયુ હતુ.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના મયુર પુલ ઉપરથી મોટરસાયકલ લઈને જતા સમયે કાર હડફેટે ઇજા થતા વિજયભાઈ મુમાભાઈ ગોલકીયા (૩૩) રહે.મોરબી એ ડિવિઝન પોલીસ લાઈન નજીક વાળાઓને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વેજલપર ગામના જીલેશભાઈ સુરાભાઈ ગોલતરને વાડીએથી ઘરે આવતા સમયે બાઇક ભેંસ સાથે અથડાતા ઈજા થયેલ હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં સુરેશભાઈ ગોરધનભાઈ લીલપરા (૩૧) રહે. રાજપર ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ગોર ખીજડીયા ગામ બાજુથી બરવાળા તરફ જતા રસ્તે અકસ્માત થતા સંજયભાઈ મુકેશભાઈ (૨૫) રહે.બરવાળાને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ચાર માળિયા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા મોહસીન મહેબુબભાઇ જુણેજા નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી શનાળા રોડ જીઆઇડીસી પાસે એકટીવા સ્લીપ થઈ જતા દિશાબેન બીપીનભાઈ ઠક્કર (૪૫) તથા ચિરાગ જગદીશભાઈ ઠક્કર (૩૪) રહે. બંને ઓડીસા હાલ મોરબીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ન્યુ વરિયા કારખાના પાસે થયેલ મારામારીમાં સંજય કાળુભાઈ અખિયાણી નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.

દાજી જતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઢુવા પાસેના માટેલ રોડ ઉપર આવેલ સનફલોરા સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારનો પંકજ ચંપાલાલ પમરા નામનો આઠ વર્ષનો બાળક દાઝી ગયો હતો.જેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના વીરપર ગામના રહેવાસી ભગવતીબેન સવજીભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને ગામમાં બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.


















Latest News