મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૩૦ ઓક્ટોબરના રોજ યોજાશે
માળીયા (મી)ના તરઘરી ગામે ચાર વ્યક્તિ સામે કરાયેલ એટ્રોસિટીની ફરિયાદ પાયાવિહોણી: ગ્રામજનોની કલેક્ટર-એસપીને રજૂઆત
SHARE







માળીયા (મી)ના તરઘરી ગામે ચાર વ્યક્તિ સામે કરાયેલ એટ્રોસિટીની ફરિયાદ પાયાવિહોણી: ગ્રામજનોની કલેક્ટર-એસપીને રજૂઆત
માળિયા (મી)ના તરઘરી ગામે ચાર વ્યક્તિની સામે ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવે છે તે તદ્દન ખોટી ફરિયાદ હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને આ બાબતે રજૂઆત કરવા માટે ગામના લોકો કલેક્ટર અને એસપી પાસે પહોચ્યા હતા અને આવી ખોટી ફરિયાદ રદ કરીને આ ફરિયાદ કરનાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તરઘરી ગામના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરી હતી તેમાં જણાવ્યુ હતું કે, તરઘરી ગામના અનુ. જાતિના લોકોએ 329 સર્વે નંબરની જમીનમાં સ્મશાન માટેની જમીન ફાળવવા રજૂઆત કરી હતી. પરંતુ આ જમીન ગૌચરની હોય અને ખેડૂતોના વાડા ત્યાં આવેલા હોવાથી પંચાયત દ્વારા સર્વે નંબર 331 પૈકી 2 ની જમીન સ્મશાન માટે ફાળવવા ઠરાવ કર્યો હતો. જેથી ગ્રામ પંચાયતના અનુ. જાતિના સભ્ય સહિતનાઓ વિરોધ કર્યો હતો અને 329 સર્વે નંબરની જગ્યામાં જ સ્મશાનની જમીન ફાળવવા કહ્યું હતું. ત્યારબાદ વિરોધ કરનાર પંચાયતના સભ્ય ત્રણ સંતાનના માતા હોય તેઓને સભ્યમાંથી ગેરલાયક ઠેરવવા રજૂઆત થઈ હતી. જેથી કરીને તરઘરી ગામે રહેતા ભાવેશભાઈ સુવારીયા, પ્રકાશભાઈ ફુલતરીયા, બળવંતભાઈ કુકરવાડીયા અને ઘેલાભાઈ સુવારીયાની સામે ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ મહિલા દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલ છે જેથી આ ગામના લોકોએ ફરિયાદ એકદમ ખોટી હોય ફરિયાદને રદ કરી ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
