મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી
SHARE







મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી
મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી વૃદ્ધ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે પેસેન્જર પેસેંજરની જેમ બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ નજર ચૂકવીને તે વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી હતી જેથી હાલમાં ભોગ બનેલ વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કેનાલ નજીક ઝૂંપડામાં રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (60)એ સીએનજી રીક્ષાના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે રિક્ષામાં બે વ્યક્તિઓ પેસેન્જરની જેમ બેઠેલા હતા અને તે બે પૈકી કોઈએ ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી લીધી હતી. જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
