હળવદમાં મોગલ માતાજીનો ભૂવો ફિરોજભાઈ સંધિ !: જાથાની ટીમે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારનો કર્યો પર્દાફાશ
મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ જાવન ટુંકાવ્યા-મોત
SHARE







મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈને કર્યા આપઘાત
મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી જગ્યા ઉપર સગીરા અને ત્રણ યુવાને આપઘાત કરેલ છે જેથી કરીને તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવોની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
મોરબી શહેરના ત્રાજપર શેરી નં-5 માં મયુર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ સાવરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી હતી અને આ બનાવની આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે તો મોરબીના મકનસર ગામ પાસે આવેલ નેશનલ રિફેકટરી નળિયાના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી દેવાભાઈ અંબારામભાઈ ભીલ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની લલિતભાઈ વાલમજીભાઈ ફેફર (38) રહે. અમૃતનગર રવાપર રોડ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
જ્યારે મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા શામજીભાઈ ચૌહાણની 17 વર્ષની દીકરી સ્નેહાબેન કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ગોપાલભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ બી.જી. દેત્રોજા ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ક ઓમકાર પેલેસ બ્લોક નંબર 504 માં રહેતા આદિત્યકુમાર નીતિનભાઈ શિરવી (21) નામના યુવાને કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
