મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ જાવન ટુંકાવ્યા-મોત


SHARE













મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈને કર્યા આપઘાત

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી જગ્યા ઉપર સગીરા અને ત્રણ યુવાને આપઘાત કરેલ છે જેથી કરીને તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવોની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

મોરબી શહેરના ત્રાજપર શેરી નં-5 માં મયુર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ સાવરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી હતી અને આ બનાવની આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે તો મોરબીના મકનસર ગામ પાસે આવેલ નેશનલ રિફેકટરી નળિયાના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી દેવાભાઈ અંબારામભાઈ ભીલ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની લલિતભાઈ વાલમજીભાઈ ફેફર (38) રહે. અમૃતનગર રવાપર રોડ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જ્યારે મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા શામજીભાઈ ચૌહાણની 17 વર્ષની દીકરી સ્નેહાબેન કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ગોપાલભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ બી.જી. દેત્રોજા ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ક ઓમકાર પેલેસ બ્લોક નંબર 504 માં રહેતા આદિત્યકુમાર નીતિનભાઈ શિરવી (21) નામના યુવાને કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News