મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના બેલા પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી તરૂણનું મોત: કાલિકાનગર પાસે કારખાનામાં ટીસીને અડી જવાથી શોર્ટ લગતા બાળકનું મોત
SHARE







મોરબીના બેલા પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી તરૂણનું મોત: કાલિકાનગર પાસે કારખાનામાં ટીસીને અડી જવાથી શોર્ટ લગતા બાળકનું મોત
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખેત તલાવડીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાથી તરૂણનું મોત નીપજયું હતું જયારે કાલિકાનગર પાસે તુલસી મિનરલ્સ નામના કારખાનામાં રમતા રમતા ટીસીને અડી જવાથી ઇલેક્ટ્રીક શોટ લાગતાં ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પરિશ્રમ કારખાનામાં રહેતા રાહુલ રવિન્દ્ર ભારતી (17) નામનો તરુણ કારખાના નજીક આવેલ ખેત તલાવડીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને અખિલેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે જયારે મોરબીના લખધીરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ તુલસી મિનરલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ પોલનો ત્રણ વર્ષનો દીકરો ભુપેન્દ્ર કારખાનામાં રમતો હતો દરમિયાન રમતા રમતા તે ટીસીને અડી જતા તે બાળકને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક બાળકના મૃતદેહને તેના પિતા મોરબીની સરકારી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
