માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી


SHARE













ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ કે કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને રહેણાંકના પાકા આવાસો મળી રહે તે માટે રાજ્યમાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને રૂ.૧,૭૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર છે, જે અરજદારને ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે.

જે અન્વયે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.આ યોજનાનો વધુને વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના નાયબ મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬/૪૭, મોરબીનો સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજર એ.એમ. છાસિયાની યાદીમાં જણાવાયું છે॰




Latest News