મોરબી: જુના ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત નવું બનાવવા માંગ
યુક્રેનમાં રશિયા બાજુથી યુધ્ધ લડવા ગયેલ મોરબીનો સાહિલ માજોઠી ત્રીજા પ્રત્યે પાસ થયો હતો 12 સાયન્સ
SHARE







મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી રશિયા અભ્યાસ કરવા માટે ગયો હતો પરંતુ ત્યારે પહેલા તેણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ઓમ શાંતિ સ્કૂલમાં સાયન્સનો અભ્યાસ કર્યો હતો અને તે ધોરણ 12 માં બે પ્રયત્ન આપવા છતાં પણ તે નપાસ થયો હતો અને ત્રીજા પ્રયત્ને તે તમામ વિષયમાં પાસ થયો હતો અને ત્યાર પછી તે રશિયા સુધી અભ્યાસ કરવા માટે પહોંચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે રીતે સમગ્ર દેશની અંદર ચર્ચાનો વિષય છે તેવી જ રીતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારનો રહેવાસી સાહિલ માજોઠી નામનો યુવાન પણ હવે ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે રશિયામાં અભ્યાસ કરવા માટે ગયેલ સાહિલ માજોઠી યુક્રેન સામે યુદ્ધ કરવા માટે પહોંચ્યો હતો અને ત્યાં યુક્રેનની સેના દ્વારા તેને પકડવામાં આવેલ છે ત્યારબાદ તેનો વિડીયો પણ વાયરલ થયો છે આ બાબતે સાહિલ ભણવામાં કેવો હોશિયાર હતો તે બાબતની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ન્યુ ઓમ શાંતિ ગુજરાતી મીડીયમમાં તેને વર્ષ 2017-18 અને 18-19 દરમ્યાન ધોરણ 11 અને 12 સાયન્સનો અભ્યાસ કર્યો હતો જોકે ધોરણ 12 સાયન્સમાં પ્રથમ પ્રયત્ને તે ત્રણ વિષયમાં નપાસ થયો હતો ત્યારબાદ તેને ફરી પાછી આ ત્રણ વિષયની પરીક્ષા આપી હતી અને તેમાં બીજી વખત પણ તે નપાસ થયો હતો. ત્યારબાદ તેણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાં વર્ષ 2020 માં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી અને તે 58% માર્ક સાથે પાસ થયો હતો ત્યારબાદ તે મોરબીના સિરામિક કારખાનામાં નોકરી કરતો હતો દરમિયાન તેને આગળ ભણવાની ઈચ્છા હોય તેણે વિઝા મેળવ્યા હતા અને ત્યારબાદ સ્ટુડન્ટ વિઝા ઉપર તે રશિયા ભણવા માટે ગયો હતો તેવી માહિતી સામે આવી રહી છે અને રશિયામાં તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવા માટે ગયો હતો તેવામાં ત્યાં તે ડ્રગ્સના ગુનામાં પકડાયો હતો અને રશિયન આર્મી દ્વારા તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યો છે જોકે હાલમાં સાહિલના માતા અને મામા દ્વારા ગુજરાત સરકારને ભારત સરકારની મદદ મેળવીને તેના દીકરાને ભારત પર લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
