મોરબીમાંથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા: 35 હજારનો દંડ
માળીયા (મી) તાલુકાનાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ જેલ હવાલે
SHARE







માળીયા (મી) તાલુકાનાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ જેલ હવાલે
માળિયા મિયાણાં તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે પાસા હેઠળ બંને શખ્સને પકડીને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે.
માળિયા (મી.) તાલુકાના પીઆઈ કે.કે.દરબાર દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને માળીયા પોલીસે આરોપી ભાવેશ નાથાભાઈ મોરી અને લીલાભાઈ ટપુભાઈ મોરી રહે. બંને જામનગર મૂળ રહે પોરબંદર વાળાની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે તેમાંથી એકને મધ્યસ્થ જેલ સુરત અને બીજાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.
