હળવદમાં ભાઈની મશ્કરી બાબતે ઠપકો આપવા ગયેલા યુવાનની હત્યાના ગુનામાં ચાર આરોપીને આજીવન કેસની સજા
મોરબીમાંથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા: 35 હજારનો દંડ
SHARE







મોરબીમાંથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા: 35 હજારનો દંડ
મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેની સાથે જામનગર ખાતે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર બાદ સગીરાને તડછોડી દેવામાં આવી હતી જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતો જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને જુદી જુદી કલમ હેઠળ ₹35,000 નો દંડ કરવામાં આવ્યો છે.
મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું તા 29/9/2023 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને સગીરાને ધમકી આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સગીરાને જામનગર ખાતે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં સગીરાને તા 5/10/23 ના રોજ જામનગર ખાતેથી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાં બેસાડી દઈને તરછોડી દેવામાં આવી હતી અને આરોપીએ પોતાના મોબાઇલનું સીમકાર્ડ તોડીને ફેંકી દીધું હતું અને અન્ય સાહેદોના સીમકાર્ડનો ઉપયોગ કરી નાસી ભાગી જઈને ગુનો કર્યો હતો જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વર્ષ 2023 માં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આરોપી કિશન કાંતિભાઈ પાણખાણીયા (29) રહે. પટેલ વાડી શેરી નં-8 જડેશ્વર મંદિરની સામેની શેરી જામનગર વાળાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિઆ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને જુદી જુદી કલમ હેઠળ કુલ મળીને 35,000 નો દંડ આરોપીને કરવામાં આવ્યો છે અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4.35 લાખ રૂપિયાનું વળતર ભોગ બનેલ સગીરાને ચૂકવવાનો આદેશ કર્યો છે.
