મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બગડી ગયેલ મોબાઈલ થોડા સમય પછી રીપેર કરાવી આપીશ તેમ પિતાએ કહેતા લાગી આવતા ગળેફાંસો ખાઇ ગયેલ ૧૩ વર્ષના બાળકનું મોત


SHARE













મોરબીમાં બગડી ગયેલ મોબાઈલ થોડા સમય પછી રીપેર કરાવી આપીશ તેમ પિતાએ કહેતા લાગી આવતા ગળેફાંસો ખાઇ ગયેલ ૧૩ વર્ષના બાળકનું મોત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતાં પરિવારનો ૧૩ વર્ષનો બાળક કવાટરમાં ગળાફાંસો ખાઇ જતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલા જુના ઘુંટુ રોડ ઉપર વિકાસ ટાઇલ્સ નામના યુનિટમાં લેબક કવાટરમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતા મજુર પરિવારનો સુભાષ રાજેન્દ્રભાઈ એડાર નામનો ૧૩ વર્ષીય બાળક તેના ઘર(લેબર કવાટર) માં ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજતા તેના મૃતદેહને તેના પિતા રાજેન્દ્રભાઈ દ્વારા પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.ત્યાંથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક સુભાષ દ્વારા થોડા દિવસો પહેલા તેની પાસે રહેલ મોબાઈલ પાણીમાં પડી જતાં મોબાઈલ બંધ પડી ગયો હતો જેથી તેણે પોતાના પિતાને મોબાઈલ રીપેર કરાવી આપવા માટે કહ્યું હતું જેથી પિતાએ કહ્યું હતું કે થોડા દિવસો બાદ મોબાઈલ રીપેર કરાવી આપશે.દરમ્યાનમાં ગઇકાલે તા.૧૨-૧૨ ના મોડી સાંજે આઠેક વાગ્યે સુભાષ નામના તેર વર્ષીય બાળકે તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું બનાવને પગલે મજુર પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો.

છરી સાથે પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના ગાંધીચોક પાસેથી નીકળે દિનેશ ભવાન ડાભી જાતે દલવાડી (૪૫) રહે.મોમ્સ હોટલ પાછળ પાવઠાની વાળીને અટકાવીને તલાસી લેતાં તેની પાસેથી ધારદાર છરી મળી આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.તે રીતે જ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે આવેલ રૂખડિયા નગર શેરી નંબર-૪ માં રહેતા ફિરોઝ અયુબ જામ જાતે મિંયાણા નામના ૨૬ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી અર્ટીકા કાર લઈને નીકળેલી હાલતમાં અટકાવવામાં આવ્યો હતો અને તેની તલાસી લેતા તેના કબ્જામાંથી પણ ધારદાર છરી મળી આવતા ઉપરોક્ત બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેરના રહેવાસી રાજુભાઈ ચંદુભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષીય યુવાન રીક્ષામાં જતો હતો ત્યારે રિક્ષા પલ્ટી મારી જતાં ઇજાઓ થવાથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી તાલુકાના આમરણ ગામે દરગાહ પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજાઓ થવાથી અનશ ઈલ્યિાસભાઇ મુલતાની રહે.ચરાડવા તાલુકો હળવદને ઈજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે લવાયો હતો.

 




Latest News