મોરબીના ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા રવિવારે મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીના ૐ ગ્રુપની સાથે રહીને યુવા આર્મી ગ્રુપે ૧૩૦ ગંગાસ્વરૂપ બહેનોને કર્યુ કિટવિતરણ
SHARE









મોરબીના ૐ ગ્રુપની સાથે રહીને યુવા આર્મી ગ્રુપે ૧૩૦ ગંગાસ્વરૂપ બહેનોને કર્યુ કિટવિતરણ
મોરબીમાં ૧૧ વર્ષથી ૐ ગ્રુપ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ જેમાં ગંગાસ્વરૂપ ૧૩૦ બહેનોને દર મહિનાના બીજા રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન એક માસની રાશનની કીટનું વિતરણ કરવામાં આવે છે.જે કીટમાં ૧ લીટર તેલ, ૫ કિલો ઘઉંનો લોટ, ૨ કિલો ખાંડ, ૧૦૦ ગ્રામ ચા, ૧ કિલો ચોખા, ૫૦૦ ગ્રામ મગફાળા તેમજ હળદર, મરચું, ધાણાજીરૂ, મમરા, બિસ્કિટ પેકેટ તથા બાક્સ આપવામાં આવે છે.જે સેવાની યુવા આર્મી ગ્રુપના સભ્યોએ મુલાકાત લીધી હતી તેમજ કીટ લેનાર દરેક લાભાર્થીઓને તેમના હસ્તે કિટની વસ્તુઓ આપી હતી.સેવા કાર્યમાં સહભાગી થવાનો મોકો આપનાર ૐ ગ્રુપનો યુવા આર્મી ગ્રુપે આભાર વ્યક્ત કર્યો હતો.
