મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો
SHARE







મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો
ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા એક ખોવાયેલ ફસાયેલ થોડા અસ્થિર મગજના મજુરને તેના દેશ ઓડીસા રાજ્યના ભુવનેશ્વર તાલુકાના ગામડામાં પોહચાડવામાં આવ્યો હતો.
ચાર દિવસ પહેલા હળવદમાં તે ભાઇ અહીંતહીં એકલો ફરતો હતો અને તેની જાણ રવિ ઠાકોર દ્વારા ગૃપને થઈ ત્યારબાદ તેના પાસે રૂબરૂ જઇને તેની પાસેથી વિગતો જાણી ત્યારે તે કામ કરવા મોરબી કોઇ ફેક્ટરીમાં આવ્યો હતો અને તેનો મગજ થોડો અસ્થિર થઈ જવાથી તેના ફેક્ટરી માલિક દ્વારા તેને કાઢી મુક્યો હતો..! અને પછી તે રખડતા ભટકતા હળવદ આવે પહોંચ્યો હતો.તેની પાસે કોઇપણ ડોક્યુમેન્ટ ન હતા અને પૈસા પણ ન હતા ઓઢવાનુ પણ કાંઇ ન હતુ જેથી ગૃપને જાણ થતા જ પહેલા તો તેના જમવાની સગવડ રહેવાની સગવડ બાપા સિતારામ મઢુલીએ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઘર સુધીની તાપસ કરી માહિતી પ્રાપ્ત કરીને તેને ટ્રેન ટિકિટ કરી દેવામાં આવી અને હળવદથી સામખીયારી બસમાં અને ત્યાંથી રાતે ૧૨ વાગ્યે ટ્રેન હતી તે ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યો અને પછી તેના ઘર પહોંચ્યો છે કે નહી તેનો કોઇ ભરોસો ન હતો પણ હાલ અત્યારે જ તેના પરિવારમાંથી ફોન આવ્યો કે તેમનો દિકરો ઘર આવી ગયો છે. ત્યારે ફ્રેન્ડસ ગૃપનું માનવતાવીદી કામ સફળતાપુર્વક પૂર્ણ થયુ હતુ.ગૃપે મોરબીના ઉધોગકારો જોગ અપીલ કરી છેકે બહારના રાજયોમાંથી પરિવાર માટે પેટીયુ રળવા માટે આવતા કોઇપણ વ્યક્તિને આવી રીતના કાઢી ન મુકવો જોઇએ. મગજ અસ્થિર હોય તો પણ ફેક્ટરી માલિક તરીકે માનવતા દાખવીને તેના પરિવારને જાણ કરીને લઈ જવાનુ કેહવુ જોઇએ.
