મોરબી મહાપાલિકામાં ફુડ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ
SHARE







મોરબી મહાપાલિકામાં ફુડ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ
મોરબી મહાનગરપાલિકામાં ફુડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોય તહેવારો સમયે અખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવે અને ફૂડ પોઝિશનિંગ જેવી કોઈ ઘટના બને ત્યારે પહેલા મહાપાલિકામાં તાત્કાલિક ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, દેવેશભાઈ રાણેવાડિયા, ગિરીશભાઈ કોટેચા વિગેરેએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મહાપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી નથી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ ખાણીપીણીની લારી-દલ્લા અને હોટલોમાં જે જુદી જુદી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવતું હોય છે તેમજ મીઠાઈ અને ફરસાણનું વેચાણ દુકાનોમાં કરવામાં આવે છે ત્યાં નિયમિત રીતે ચેક કરવામાં આવતો નથી અને કોઈ ચકાસણી કરવામાં આવતી નથી અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવે છે આટલું જ નહીં પરંતુ મોરબીમાં મોટા પ્રમાણમાં નકલી ઘી નું વેચાણ થતું હોય એવું પણ ચર્ચા રહેવું છે ત્યારે લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવવા માટે તાત્કાલિક મોરબી મહાપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે તેમજ મીઠાઈ અને ફરસાણની દુકાનો તથા હોટલ સહિતની જગ્યા ઉપર તહેવારો પહેલા ચેકિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
