મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

ટંકારામાં વ્યાજની પઠાણી ઉઘારણી કરીને જમીન હડપ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













ટંકારામાં વ્યાજની પઠાણી ઉઘારણી કરીને જમીન હડપ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોની સામે જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી નઅને ટંકારની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કર્યો છે.

આ કેસની ટૂંકી વિગત એવી હતી કે, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં ફરિયાદી કાંતીભાઈ દેવસીભાઈ તાલપરાઆરોપીઓ વિરમભાઈ નાગદાનભાઈ સોઢીયા અને મહેશભાઈ નારણભાઈ ડાવેરા સામે આઇસપીસીની કલમ ૩૮૬, ૩૮૭ તથા ગુજ. નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦, ૪૨ મુજબ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં જણાવ્યુ છે કે, ફરીયાદીને 7.30 લાખ રૂપિયા વ્યાજે આપેલ હતા અને ફરીયાદીના નામની ઉમીયાનગર સ. નં. 247 વાળી 8.30 વીઘા જમીનના કાગળો કરાવી લીધા હતા અને મહીને 5 ટકા લેખે 4.50 લાખ વ્યાજના લીધા હતા અને છેલ્લા 8 માસથી આર્થીક સ્થિતી નબળી હોવાના કારણે ફરિયાદી વ્યાજ નહી આપી શકતા ફરીયાદીની જમીન પોતાના નામે કરી લેવા રેવન્યુ શાખામાં અરજી કરેલ હતી અને ફરીયાદીએ નોટીસમાં સહી નહી કરતા આરોપીએ ફરીયાદી તથા સાહેદ રજનીકાંતભાઈને ટંકારામાં રોકીને 12 લાખ વ્યાજ અને મુદ્દલ રકમ આજે જ આપવાની અથવા નોટીમાં સહી કરી અને જમીન પોતાના નામે કરી આપ નહીતર તને પતાવી દઈશ તેવી મોત ઘમકી આપી હતી અને ફરીયાદીની જમીન હડપ કરવા માટે નોટીમાં સહી કરવા બળજબરી કરી અને વ્યાજની પઠાણી ઉઘારણી હતી જે ગુનામાં આરોપીઓની ઘરપકડ કરી હતી અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ ટંકારાની કોર્ટમાં ચાલી જતાં જજ સોયેબ મહમદ ગુલામમહમદ શેખ સાહેબ દ્વારા આરોપી વીરમભાઈ નાગદાનભાઈ સોઢીયા અને મહેશભાઈ નારણભાઈ ડાવેરાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) રોકાયેલા હતા.




Latest News