મોરબીમાં મણીમંદિર પાસે શાળાના મેદાનમાં શ્રમિક યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના લીલાપર ગામની સિમમાં ઓરડીમાંથી યુવાનની લાશ મળી
SHARE







મોરબીના લીલાપર ગામની સિમમાં ઓરડીમાંથી યુવાનની લાશ મળી
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ પાર્થ પેપર મીલની સામે ઓરડીમાં લાશ પડેલ હોય તે અંગે રજનીભાઈ મહાદેવભાઈ દેત્રોજા રહે. રવાપર રોડ મોરબીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ પહોંચીને તપાસ કરતા મૃતકનું નામ પ્રેમજીભાઈ ટીકુભાઈ ચૌહાણ (ઉ.45) રહે. ઘુનડા (સજજનપર) તા. ટંકારા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક એકલવાયુ જીવન જીવતા હતા. તેમની ફેફસાની બીમારી હતી અને હાર્ટએટેકના પગલે તેમનું મોત નિપજયું હતું.
મહેન્દ્રનગર બાજુથી ઉમા ટાઉનશીપ બાજુ બાઈક લઈને જતા સમયે બાઈક મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે સ્લીપ થઈ જતા રવિભાઈ દેવશીભાઈ જેઠવા રહે. સરસ્વતી સોસાયટી સર્કીટ હાઉસ સામેને ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા. તેમજ ગુંગણ ગામે વાડીના કાચા રસ્તેબાઈક સ્લીપ થઈ જતા અજીત બીજલભાઈ કોળી (25)ને ઈજા થતા દવાખાને લઈ જવાયો હતો. જેતપર રોડ રંગપરના સીએનજી પંપ પાસે બાઈક કોઈ વાહન સાથે અથડાતા જીજ્ઞેશ ગોરધનભાઈ કાસુન્દ્રા (42)ને સારવાર માટે લઈ જવાયો હતો.
મહીલા સારવારમાં
હળવદ ચૌત્રા ફળી વિસ્તારમાં રહેતા નીરૂબેન લલીતગીરી ગોસાઈ (57) પગપાળા જતા હતા ત્યારે કોઈ વાહનની હડફેટે ઈજા થતા સારવારમાં મોરબી લવાયા હતા. જયારે કચ્છના મથણ અને ઉગેડી ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા રામજી ભરતભાઈ ટીડાણી (21) રહે. પાનેલી તા.મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. માળીયાના વેણાસર ગામે 108 વાહન સાથે અથડાતા પ્રિયા અલ્કેશ બીલવાલ નામની ચાર વર્ષની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. વેણાસર ગામે ઘર પાસે ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા બાલુબેન વિઠ્ઠલભાઈ અદગામા (71) નામના વૃધ્ધાને સારવાર માટે મોરબી લવાયા હતા. જયારે થોરાળા ગાગ પાસે બાઈકમાંથી પડી જતા પ્રભુભાઈ લાલજીભાઈ પટેલ (73) અને લાભુબેન પ્રભુભાઈ (71) રહે. બંને એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબીને સારવારમાં લઈ જવાયા હતા.
