સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૮ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે


SHARE





મોરબીમાં ૨૮ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અને મોરબીના ઉદ્યોગપતિ, વેપારી, સમાજના શ્રેષ્ઠીઓ, કલાપ્રેમી લોકો, પત્રકારો તથા મીડીયાના સહકારથી આ સંસ્થા છેલ્લા વીસ વર્ષેથી મોરબી શહેરમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવે છે. તેમાં પાંચ વર્ષથી લઇને પચ્ચાસ વર્ષની દરેક વ્યકિત ભાગ લઈ શકે છે.

ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દરેક સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે તથા સ્પર્ધક સાથે આવનાર વાલીને તથા પ્રેક્ષકોને પણ વીના મુલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતના કલાપ્રેમી લોકો સ્પર્ધકને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહે છે. આ વર્ષે ડાન્સ સ્પર્ધા તા.૨૮-૧૨ ને રવિવાર રોજ યોજવામાં આવનાર છે. આ ડાન્સ કોમ્પીટીશનના ફોર્મ તા.૨૮-૧૦ ના રોજથી સવારે ૧૦ વાગ્યા થી ૧૧૬-ટ્રેડ સેન્ટર, વી.સી.હાઇસ્કૂલ પાછળ મોરબી ખાતેથી ફોર્મ મળી શકશે.વધારે માહિતી માટે ડાન્સ કોમ્પીટીશન પ્રોગ્રામના ઓગ્રેનાઈઝર પ્રતિકભાઈ મંડીર (મો.નં.૬૩૫૬૨ ૬ર૬રપ) તથા શ્રી રામભાઈ મહેતા (મો.નં ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન (બાળ વિકાસ મંડળ-મોરબી) ના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.




Latest News