મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

દિવાળી અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ: મોરબી જિલ્લામાં ફટાકડાના વેચાણ-ફોડવા બાબતે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ


SHARE







દિવાળી અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ: મોરબી જિલ્લામાં ફટાકડાના વેચાણ-ફોડવા બાબતે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ

વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સબબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા ભારે ઘોંઘાટવાળા ફટાકડા, હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહીં., દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે., હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૮/૧૦ થી ૦૫/૧૧  સુધી અમલમાં રહેશે.






Latest News