મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતીની  શોભાયાત્રાની તૈયારી માટે મંગળવારે મિટિંગ યોજાશે


SHARE





મોરબીમાં જલારામ જયંતીની  શોભાયાત્રાની તૈયારી માટે મંગળવારે મિટિંગ યોજાશે

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની  શોભાયાત્રા સંદર્ભે ૧૪ મી તારીખે  મોરબી લોહાણા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવાર ના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજનને નિખારવા માટે જ્ઞાતિબંધુઓની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજની મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારે આ મિટિંગ તા. 14મી ઓક્ટોબરને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગમાં લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ એ આમંત્રણ પાઠવ્યું છે.




Latest News