મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી
SHARE







ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી
ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર તથા 8 કિલોની તાંબાની પ્લેટની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ 25,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે તેમજ પવનચક્કીમાં તોડફોડ કરીને 5,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પુનિતભાઈ રામનાથ રાવલ (34)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર એમટીએન-01 ના ગેટનો નકૂચો તોડીને કન્વર્ટ કેબિનમાંથી 10 મીટર અર્થીંગ કેબલ જેનો કુલ વજન ૧૫ કિલો તથા 8 કિલો વજનની તાંબાની એક પ્લેટ આમ કુલ મળીને 25,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે તથા પવનચક્કીની વસ્તુઓમાં તોડફોડ કરીને 5 હજાર રૂપિયાની કિંમતનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
