ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી
મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા !
SHARE







મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા !
મોરબીમાં રહેતો યુવાન આંગડિયા પેઢીમાંથી 85 હજાર રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે દલવાડી સર્કલથી આગળના ભાગમાં અજાણ્યા શખ્સે યુવાનના બાઈક પાછળ તેનું બાઇક અથડાવ્યું હતું અને પોતાને ઇજા થયેલ છે તેવું કહીને સારવારમાં લઈ જવાનું કહ્યું હતું અને ત્યાર બાદ યુવાનના બાઈકમાં આ શખ્સ બેઠો હતો અને યુવાનને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી 85 હજાર રૂપિયા લઈ લીધા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર બી-12 માં રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા (19) નામના યુવાને અજાણ્યા 25 થી 30 વર્ષના શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પોતે આંગડિયા પેઢીમાંથી 85 હજાર રૂપિયા લઈને દલવાડી સર્કલથી આગળના ભાગમાં પોતાના વાહન ઉપર જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પાછળથી તેનું બાઇક ફરિયાદીના બાઈકમાં અથડાવ્યું હતું અને ત્યાર બાદ આરોપીએ પોતાને ઇજા થયેલ છે તેવું બહાનું કર્યું હતું અને સારવારમાં લઈ જવાનું કહીને ફરિયાદીના બાઈકમાં આ અજાણ્યો શખ્સ પાછળ બેસી ગયો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાનને છરી બતાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં તેની પાસે રહેલા રોકડા 85 હજાર રૂપિયા બળજબરી પૂર્વક આરોપીએ લઈ લીધા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડાવવા માટે તજવીજ શરૂ કરેલ છે.
