મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો
SHARE







મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો
મોરબી શહેરમાં 23 વર્ષ પહેલા લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે ગુનામાં છેલ્લા 23 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપી ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોવાની માહિતી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને એલસીબીની ટિમ મથુરા પહોચી હતી અને ત્યાંથી તેને હસ્તગત કરીને મોરબી લઈ આવ્યા હતા અને હાલમાં આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે.
મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002 માં ત્રાજપર ખારીમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જેની યોગીનગરમાં રહેતા ફરીયાદી અશોકભાઇ પોપટભાઇ વરાણીયાએ ફરિયાદ નોંધાવેલ હતી જે બનાવમાં ફરીયાદીના નવી માતા ચંપાબેન (60)ની હત્યા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરીયાદીના માતા ચંપાબેનને આરોપીએ કપડા વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નાખી હતી અને ફરિયાદીની માતાએ પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી હતી અને આરોપી નાશી ગયો હતો.
આ ગુનાની તપાસ તત્કાલીન પીઆઇ દ્વારા કરવામાં આવી હતી અને આરોપી તરીકે અગાઉ સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઇ પરમાર રહે. મુળ સોખડા તાલુકો ડોદરા તથા પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ (ગદરીયા) રહે. અવાર તાલુકો કુહેર રાજસ્થાન વાળાના નામ સામે આવ્યા હતા જેથી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે સભંવીત જગ્યાઓએ તેના વતનમાં તપાસ કરી હતી જો કે, આરોપી મળી આવ્યા ન હતા. અને બાદમાં મોરબી કોર્ટમાથી બંને આરોપીઓના સી.આર.પી.સી.કલમ 70 મુજબના વોરંટ મેળવેલ હતા તેમજ બંન્ને આરોપીઓને ફરારી જાહેર કરવા કોર્ટમાંથી સી.આર.પી.સી.કલમ 82 (2) મુજબ તા.27/8/2009 ના રોજ રીપોર્ટ કરી ફરારી જાહેર કરાવેલ હતા.
આ ગુનાના નાસતા ફરતા આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ હોય જેથી તેઓને પકડી પાડવા એસપીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી અને આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પૈકીના પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરવન રહે. અવાર તાલુકો કુમ્હેર રાજસ્થાન વાળો હાલે ઉત્તરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી કોઇ મંદીરમાં રહી સેવા પુજા કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને મથુરા જિલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલ હનુમાન મંદીર ખાતે સ્થાનીક ભાષા તેમજ સ્થાનીક વેશ તેમજ લોકલ વાહનોનો ઉપયોગ કરી સ્થાનીક પોલીસને સાથે રાખી તપાસ કરી હતી અને છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો આરોપી ત્યાંથી હસ્તગત કરવામાં આવેલ છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
